ધોરાજી તાલુકા પોલીસે રાયધરા ચોકડી પુલ નજીક બનેલા અનડીટેકટ અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ને કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ધોરાજી તાલુકા પોલીસ મથક નાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી મનીષભાઈ ચનાભાઈ એ તેઓ તથા તેના મિત્ર રસિકભાઈ હરીભાઈ સોંદરવા એમ બન્ને ગત તા.22/5ના રોજ જેતપુરથી કામ પતાવી સી.ડી.100 મો.સા. રજી.નં.જીજે.03.જેજે 8714 વાળુ લઈ પરત પોતાના ઘરે જતા હોય મોટરસાયકલ ફરિયાદી મનીષભાઈ ચલાવતા હોય અને તેના મિત્ર રસીકભાઈ આ મોટરસાયકલ પાછળ બેસેલ હોય ત્યારે સાંજના આશરે સાડા છએક વાગ્યાની આસપાસ ધોરાજી ખાતે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ રાયધરા ચોકડી પુલ નજીક પહોંચેલ.ત્યારે તેઓના હવાલાવાળા મો.સા.ને અજાણી ફુલ સ્પીડમાં આવતી ફોરવ્હીલએ હડફેટે લીધેલ હોય અને તેઓને સામાન્ય ઈજા થયેલ હોય તથા તેના મિત્રને ગંભીર ઈજા થયેલની ફરિયાદ જાહેર કરતા અત્રેના ધોરાજી તાલુકા પોલીસમાં ગુનો રજી. થયેલ હતો. આ બનાવ બાદ સારવારમાં રહેલ રસીકભાઈ હરીભાઈ નુ મોત નિપજેલ હતું.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ આ બનાવમાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ જેથી મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. જે.પી.ગોસાઈ, પો.સબ.ઈન્સ. પી.જે.રાણા, એ.એસ.આઈ. જયેશભાઈ બાંટવા, પો.હેડ.કોન્સ. હાર્દિકભાઈ ઓઝા, પો.હેડ.કોન્સ. યોગેશભાઈ પીલાવરે પો.હેડ.કોન્સ. ઈલાબા કિરીટસિંહ, પો.કોન્સ. લાખાભાઈ મુછારએ ટીમ બનાવી ગુનો શોધવા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલી રીતે તપાસ કરતા તેમજ સી.સી.ટી.વી. કેમેરાઓ ચકાસતા ફરિયાદીના હવાલાવાળા મો.સા.ને કોઈએ હડફેટે લીધેલ ન હોવાનુ જણાય આવતા ફરિયાદી મનીષભાઈ ચનાભાઈ ની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ફરિયાદી મનીષભાઈ ચનાભાઈ ના હવાલાવાળા ઉપરોકત મો.સા.ને કોઈ અજાણી ફોરવ્હીલ કે અન્ય કોઈ વાહનવાળાએ હડફેટે લીધેલ ન હોવાનુ તેમજ ફરિયાદી મનીષભાઈએ જ પોતાના હવાલાવાળુ ઉપરોકત મો.સા. ફુલ સ્પીડમાં ચલાવેલ હોય અને તેનો મિત્ર રસીકભાઈ મો.સા.માં પાછળ માવો બનાવતો હોય જેથી મો.સા. થોડુ હલેલ અને મો.સા. સ્પીડમાં હોવાના કારણે ફરિયાદી મનીષભાઈએ મા.સા. પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સાથે મનીષભાઈ તથા તેનો મિત્ર રોડ પર પડી ગયેલ હોય અને ઈજા થયેલ હોવાની તેમજ તેઓના મો.સા.ને કોઈ ફોરવ્હીલવાળાએ કે અન્ય કોઈ વાહનવાળાએ હડફેટે લીધેલ ન હોવાની કબુલાત આપેલ હોય. આમ ફરિયાદી મનીષભાઈ ચનાભાઈ પોતે જ આરોપી હોવાનો ભેદ ઉકેલી અનડીટેકટ રહેલ વાહન અકસ્માતના ગુનો ડીટેકટ કરેલ છે. આ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી આ ગૂના ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.