ધોરાજીમાં સફાઈ કામદારોએ વહીવટદાર અને ડે. કલેકટરને આવેદન આપી સફાઈ કામદારોને આઉટ સોર્સીંગ કંપનીને સોંપવામાં ન આવે તેમજ રોટેશન પર રહેલા રોજમદાર સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધોરા જીની વસ્તી વિસ્તાર ધ્યાનમાં રાખીને સફાઈ કામદા૨ રોજમદારોનું સેટઅપ વધા૨વા માગણી કરવામાં આવી છે.
ધોરાજી સુધરાઇ કોલોની, લાલા લજપતરાય કોલોની વિસ્તારના સફાઈ કામદારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ નગરપાલિકા દ્વારા ટેન્ડરપ્રક્રિયા કરવામાં આવી કે તેમાં નગરપાલિકા દ્વારા ક્રમ નં.૧૦ માં તેમજ ક્રમ નં.૭૪ માં જે ટેન્ડરની શરતમાં નાંખેલ છે તે રદ કરવામાં આવે કારણ કે કર્મચારી નગરપાલિકાનાં રોજમદાર સફાઈકામદાર નગરપાલિકાનાં તો એજન્સીને નગરપાલિકા દ્વારા સોંપવામાં ન આવે તેવી અમા૨રી માંગણી છે.