ધોરાજીમાં મોહમદી કોલોનીના રહીશોએ નગરપાલિકાની ચુંટણીનો બહિષ્કાર કર્યાના બેનરો લગાવી દીધા છે અને કોઈ પણ પક્ષના ઉમેદવારોએ મત લેવા માટે આવવું નહીં તેવું બેનરમાં લખીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલી નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઈટ સાફ-સફાઈ અને રોડ રસ્તા ઘણાં વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી અને નાનાં બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી. તેથી ગરીબ પરિવારોના નાનાં બાળકો અભ્યાસથી વંચિત છે. અને નગરપાલિકા તંત્રને શુધ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાની સુવિધા આપવા અનેક રજૂઆત કરવામાં આવી પણ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. અને ચુંટણી માં ઉમેદવારો ને મત પણ આપ્યા હતા તે પણ નળીયા કોલોની અને વોર્ડ છ સામું જોયું જ નથી. સમસ્યાઓ હલ કરવા માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને અને કોઈ પણ પક્ષના ઉમેદવારો એ મત માટે આવવું નહીં અને ચુંટણીનો બહિષ્કાર કર્યો છે તેવું સ્પષ્ટ લખેલા બેનર લગાવી દેવામાં આવ્યા છે.