ધોરાજીમાં ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે દિગંબર લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે જેમાં હજારો ગુરુ ભાઇ બહેનો હાજરી આપી ગુરુવંદના કરશે અને દિવસભરના કાર્યક્રમોમાં જોડાશે. ધોરાજીના પ્રાચીન ગણાતાં જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે મહંત દિગંબર લાલુગીરી ના સાનિધ્યમાં તારીખ 21ને રવિવારે ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વૈદિક મંત્રોચાર સાથે ગુરૂ પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર છે. સૌરાષ્ટ્રમાં એક સાથે ત્રણ આશ્રમ ધરાવતા દિગંબર લાલુગિરીના સાનિધ્યમાં ઉજવાનારા સમારોહની તડામાર તૈયારીઓ ગુરુભાઇ બહેનો કરી રહ્યા છે. આ પ્રસંગે દેશ વિદેશથી ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહી દિવ્ય ગુરુપૂજનનો લાભ લેશે. ગુરુ પૂજન સવારે 10 વાગ્યાથી બપોરેના 12 વાગ્યા સુધી ચાલશે જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.