ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક નિષ્ણાત તબીબની નિમણૂક કરવામાં આવી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબ સહિતની ખાલી જગ્યાઓ ભરવા માટે ધોરાજી માનવ સેવા મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા ધારાસભ્ય જયેશ રાદડીયાને રજૂઆત કરાઈ હતી જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક તબીબની નિમણૂક કરાઈ છે.
આરોગ્ય તંત્ર દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ડો. સંજય પરમાર એમ.એસ. ગાયનેક ની નિમણૂક કરાતાં તેઓ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર થતાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા, ડો.રોનકબેન બેરા અને હોસ્પીટલના ડોકટરો દ્વારા તેઓને આવકારેલ હતા.
ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક તબીબ ડો.સંજય પરમારે જણાવ્યું હતું કે સિઝેરીયન કોથળીના ઓપરેશન, હાઈ રીસ્ક ડિલેવરી અને સ્ત્રીરોગને લગતા રોગનું નિદાન સારવાર કરવામાં આવનાર છે. જે માટે દર્દીઓને દુર સુધી જવાની હવે જરૂર નહીં પડે.