ધોરાજીનાં ત્રણ યુવાનને બેંગકોકમાં આરામદાયક નોકરીની લાલચ આપી બે શખ્સે સાથે મળીને 1.90 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધોરાજીમાં ત્રણ દરવાજા પાસે રહેતા સીદીક જાફરમીયાં સૈયદે રીઝવાન ઝીકર કપડવંજી અને મેહુલ સામે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મિત્ર અદનાન મુનાવર એ બેંગકોકમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરવાની સારી તક છે, પગાર ધોરણ પણ સારો મળે છે તેવી વાત કરતાં તેનો સંપર્ક રિઝવાન સાથે કરાવ્યો હતો અને રિઝવાને વાતચીત આગળ વધારી હતી.
શરૂઆતમાં 35,000 ટ્રાન્સફર કરી ઝૂમ મીટીંગ દ્વારા ઇન્ટરવ્યુ કરાવવાની ગોઠવણ કરાવવાનું નકકી થયું હતું , જેમાં ધોરાજીથી ત્રણ વ્યક્તિ પોતે, અદનાન તથા અબ્દુલ કાદિર જોડાયા હતા.પાછળથી જાણવા મળ્યું હતું કે રિઝવાને તેમની અને અદનાન પાસેથી વ્યક્તિ દીઠ રૂ.60 હજાર તથા અબ્દુલ કાદિર પાસેથી રૂ.30 હજાર એમ કુલ રૂ.1.90 લાખ એજન્ટ તરીકે લીધા હતા. ત્યારબાદ રિઝવાને ત્રણેને તૈયાર રહેવા જણાવ્યું હતું કે ગમે ત્યારે તમારી ટિકિટ થઇ જશે અને બેંગકોક જવાનું થશે