ધોરાજીનાં જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ જ ઉકેલ આવતો ન હોવાથી હવે લોકો આંદોલનનો માર્ગ અપનાવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
ધોરાજીનાં જમનાવડ રોડ સંજય નગર વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. ધોરાજી જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતાં મહેશભાઈ સહિતનાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સંજય નગરમાં ગંદા પાણીના નિકાલની ભૂગર્ભ ગટર, પાણી સમસ્યાઓ, બિસ્માર રસ્તાઓ મામલે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર તંત્ર વાહકોને રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર વાહકો દ્વારા સમસ્યાઓનો હલ નહીં કરાતાં ચોમાસું સિઝનમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકા તંત્ર વાહકો ભૂગર્ભ ગટર, પાણી, બિસ્માર બનેલા રોડ રસ્તાઓની સમસ્યાઓનો હલ નહીં કરાતાં ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી હોવાની ફરિયાદો કરાઇ છે.