ધુરંધર 2 જોવામાં પૈસા અને સમય ન બગાડો

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે, પરંતુ પૂર્વ લોકસભા સાંસદ અને કન્નડ એક્ટ્રેસ રમ્યાએ ફિલ્મની સખત ટીકા કરી છે. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ જોયા પછી રમ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ શેર કરી.

રમ્યાએ લોકોને થિયેટરમાં ન જવાની સલાહ આપી

તેણે દર્શકોને સલાહ આપી છે કે, તેઓ સિનેમાઘરોમાં જઈને પોતાનો સમય અને પૈસા બરબાદ ન કરે, પરંતુ તેના OTT (ઓટીટી) પર આવવાની રાહ જુએ. રમ્યાએ એમ પણ લખ્યું કે, ‘લોકો કહી રહ્યા છે કે રણવીરે ફિલ્મને પોતાના ખભા પર ઉઠાવી છે, પરંતુ મને તો ફક્ત તેના વાળ જ દેખાયા.’

રમ્યાએ ફિલ્મના દરેક વિભાગ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેણે ફિલ્મના ડિરેક્શન, ડાયલોગ્સ, એડિટિંગ અને બેકગ્રાઉન્ડ સ્કોરને ખૂબ જ ખરાબ ગણાવ્યા. તેણે કટાક્ષ કરતા લખ્યું કે, ‘એવું લાગે છે કે મેકર્સે ડેડલાઇનના દબાણમાં વિચાર્યા વગર ફિલ્મ રિલીઝ કરી દીધી છે.’

રમ્યાના મતે, ‘ફિલ્મને જોઈને એવું લાગે છે કે મેકર્સે બસ એમ કહી દીધું હોય કે ‘હા પરફેક્ટ છે, મોકલી દો,’ જ્યારે ફિલ્મમાં ઝિણવટ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *