ધાર્મિક સંસ્થાના સંચાલકોને દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ 15 દિવસની મુદત

રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવતા ધાર્મિક સ્થાનકોને માન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ આપી હતી. જેને એક મહિના જેટલો સમય વીતી ગયો છે.જે-તે સમયે નોટિસ આપી ત્યારે 7 દિવસની મુદત અપાઈ હતી. આ બાદ સતત ત્રીજી વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. મામલતદારના જણાવ્યાનુસાર હજુ એક વખત સંચાલકો સાથે બેઠક કરશે અને ત્યારબાદ ઓક્ટોબર માસમાં હિયરિંગ કરવામાં આવશે.

આ અંગે પશ્ચિમ મામલતદારના જણાવ્યાનુસાર ધાર્મિક સંસ્થાના સંચાલકોને દસ્તાવેજો કાયદેસર છે કે નહિ? તેની જ ચકાસણી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો દસ્તાવેજો પૂરતા નહિ હોય તો તેઓની પાસે ખુલાસો પૂછવામાં આવશે. તેમજ તેઓને દસ્તાવેજ રજૂ કરવા માટે સમય પણ અપાશે. જોકે આ નોટિસ પાઠવવા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યા બાદ પાઠવવામાં આવી હતી. કેટલી સંસ્થાના સંચાલકોને નોટિસ આપી છે તેઓના નામ જાહેર કરવામાં અધિકારીએ મૌન સેવી લીધું છે.

પ્રાંત અધિકારીએ પશ્ચિમ મામલતદાર કચેરીની ઉડતી મુલાકાત લીધી, સ્ટાફ-કર્મચારીમાં દોડાદોડી થઇ ગઇ પ્રાંત અધિકારી-1 ચાંદની પરમારે બુધવારે સવારે પશ્ચિમ મામલતદાર કચેરીએ અચાનક મુલાકાત- સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. કચેરીમાં અરજદારો માટે કેવી સુવીધા છે, તેઓને કોઇ અગવડ પડે છે કે નહિ? તે અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે મામલતદાર સાથે એક કલાક બેઠક પણ કરી હતી. જેમાં તેમણે જવાબદાર અધિકારી અને કર્મચારીઓની કામગીરી, તેઓની નિયમિતતા અંગેની માહિતી મેળવી હોવાની ચર્ચા છે. અરજદારોને જે જે મુદ્દે તકલીફ પડી રહી છે તે અંગે જવાબદાર લોકોને યોગ્ય કાર્યવાહી કરવા અને અરજદારોના પ્રશ્નનો નિકાલ કરવા માટે આદેશ આપ્યા હતા. બેઠક બાદ પશ્ચિમ મામલતદાર પણ પ્રાંત-અધિકારી સાથે રવાના થયા હતા. જોકે પશ્ચિમ મામલતદાર દ્વારા મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *