ધર્માંતરણ-દુષ્કર્મ કેસમાં સરકારી સ્કૂલનો આચાર્ય પકડાયો

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર પર આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરાવવા અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે.

પીડિતાએ આચાર્ચ અને પાસ્ટરના ડૉક્ટર પુત્ર અંકિત ચૌધરીની ધરપકડ કરવાની માગ કરી છે. અંકિત વિરુદ્ધ ગત 6-જૂને દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો. જોકે, આરોપી ડોક્ટરે આગોતરા જામીન લઈ લીધાનું સામે આવ્યું છે. જ્યારે તેના પિતાની ધર્માતરણના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે.

માંડવી તાલુકાની એક આદિવાસી યુવતીને ક્લિનિક ચલાવતા ડૉ. અંકિત રામજી ચૌધરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ અંકિતે તેનું ધર્મ પરિવર્તન કરાવીને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવી દીધી હતી.

વિશેષમાં, અંકિતે લગ્ન માટે યુવતીના આખા પરિવારને ધર્મ પરિવર્તન કરવાની ઘૃણાસ્પદ શરત મૂકી હતી. પરિવારે આ શરત માનવાનો ઇનકાર કરતા યુવતીએ માંડવી પોલીસ મથકે ડૉ. અંકિત વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *