દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં સતત વરસાદ

જામનગર, વલસાડ, ભાવનગર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. ગુરુવારે વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 12 ઇંચ અને વાપીમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો. જ્યારે કપરાડામાં 6 ઇંચ. દ્વારકામાં માત્ર બે કલાકમાં 7 ઇંચ, ખંભાળિયા-જામનગરમાં 5.5, ધ્રોલ-જામજોધપુરમાં 4.5 ઇંચ વરસાદ પડી ગયો. જૂનાગઢના માણાવદર મધરાત્રે બે કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો. ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 4 અને સિહોરમાં 3, તળાજામાં 3.5 ઇંચ, રાજકોટમાં ભરબપોરે 2 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. કચ્છના માંડવીમાં બે ઇંચ અને ઉત્તર ગુજરાતનાં ભાભરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુર,કલ્યાણપુર, ધ્રોલ અને કાલાવડમાં વધુ સાડા ચાર ઇંચ વરસાદ સાંજ સુધીમાં નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *