દેશી તમંચા સાથે વિપુલ બગથરીયા ઝડપાયો

રાજકોટના માલવિયા નગર પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે વિશ્વનગર આવાસ યોજનાના ક્વાર્ટર નજીક એક શખ્સ ઉભો પાસે ગેરકાયદે હથિયાર હોવાની માહિતી મળી હતી. તેથી પોલીસે સ્થળ પર પહોંચી શખસને અટકાવી તલાસી લીધી હતી. શખસ પાસેથી એક ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીએ પોતાનું નામ 28 વર્ષીય વિપુલ બગથરીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસેથી 10,000 કિંમતનો દેશ બનાવટનો તમંચો કબ્જે કર્યો હતો. આ તમંચો કોની પાસેથી કેટલા રૂપિયામાં ખરીદી કરી લાવ્યો તેમજ આ ગેરકાયદેસર હથિયાર રાખવા પાછળ કારણ શું છે તે દિશામાં વધુ પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો શખસ અગાઉ રાજકોટ શહેર-જિલ્લામાં મળી વિવિધ 24 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *