દેશમાં યુપીના વિદ્યાર્થી 80% કરતાં વધુ માર્ક્સ લાવવામાં સૌથી આગળ

દેશભરના શિક્ષણ બોર્ડમાં ધોરણ-10ની પરીક્ષામાં 46 ટકા વિદ્યાર્થી 80 ટકા કરતાં વધારે માર્ક્સ સાથે પાસ થાય છે. જ્યારે ધોરણ-12માં આશરે 44 ટકા વિદ્યાર્થીઓ 80 ટકા કરતાં વધારે માર્ક્સ લાવી રહ્યા છે. બંને સ્તર પર ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી આગળ છે. આ માહિતી શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસમાં સામે આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં ધોરણ-10માં 63 ટકા અને ધોરણ-12માં 58.2 ટકા વિદ્યાર્થીઓ 80 ટકા કરતાં વધારે માર્ક્સ લાવે છે. યુપીમાં ધોરણ-10ના સ્તર પર 60 ટકાથી 80 ટકા વચ્ચે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ આશરે 20 ટકા છે. ધોરણ-12માં 60-80 ટકા વચ્ચે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 28 ટકા છે.

એમપીમાં ધો.-12માં 82.3 ટકાના 60 ટકાથી વધુ માર્ક
હરિયાણા | ધો-10માં 72 ટકા અને ધો.-12માં 65 ટકા વિદ્યાર્થીઓ 40થી 60 ટકા વચ્ચે માર્ક્સ લાવે છે. ધોરણ-10માં 21.3 ટકા વિદ્યાર્થીઓ અને 12માં 25.6 ટકા વિદ્યાર્થીઓ 80 ટકા કરતાં વધારે માર્ક્સ લાવી રહ્યા છે.

પંજાબ | ધોરણ-10માં 80 ટકા કરતાં વધુ માર્ક્સ લાવનાર 20 ટકા વિદ્યાર્થી છે. દેખાવમાં દેશમાં પંજાબ સૌથી નીચે છે. ધોરણ-12માં પંજાબના વિદ્યાર્થીનો દેખાવ રાષ્ટ્રીય સરેરાશથી સારો છે. 50 ટકા વિદ્યાર્થીના 80 ટકાથી વધુ છે

બિહાર | 83 ટકા વિદ્યાર્થીઓ ધોરણ-10માં 60 ટકાથી વધુ માર્ક્સ તે પૈકી 60-80 ટકા લાવનાર 52 ટકા અને 80 ટકા કરતાં વધારે માર્ક્સ લાવનાર 31.2 ટકા છે. ધો.-12માં 30.4 ટકા વિદ્યાર્થી 80 ટકા કરતાં વધારે માર્ક્સ લાવે છે.

મધ્યપ્રદેશ | ધોરણ-12માં 82.3 ટકા વિદ્યાર્થીઓના 60 ટકા કરતાં વધારે માર્ક્સ છે. 43 ટકા વિદ્યાર્થીના 60થી 80 ટકા વચ્ચે માર્ક્સ છે. ધોરણ-10માં 82.6 ટકા વિદ્યાર્થીઓના 60 ટકાથી વધુ માર્ક્સ છે. 35.6 ટકાના 80 ટકા કરતાં વધારે માર્ક્સ છે.

ઝારખંડ : અહીં પણ ધોરણ-10માં આશરે 83 ટકા વિદ્યાર્થીઓ 60 ટકા કરતાં વધારે માર્ક્સ લાવ્યા છે, જે પૈકી 33 ટકાના 60થી 80 ટકા વચ્ચે માર્ક્સ આવ્યા છે. આશરે 50 ટકા વિદ્યાર્થીઓ 80 ટકા કરતાં વધારે સારા માર્ક્સ લાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *