રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. જે આરોપીને દેશભરની પોલીસ શોધી રહી હતી તે આરોપીની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં યુવતી સાથે ગુગલ રીવ્યુના નામે થયેલ રૂપિયા 8.81 લાખની ફ્રોડની તપાસમાં પોલીસે રાજસ્થાનના ચિતોડગઢથી આરોપી ગણપતલાલ ખટીકની ધરપકડ કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે. પોલી તપાસમાં આરોપીના એકાઉન્ટમાં દેશભરના અલગ અલગ 70 ફ્રોડના કરોડો રૂપિયા ઠલવાયા હોવાનું સેમઆવ્યું છે તેમજ આરોપી દ્વારા એક ટ્રાન્ઝેક્શન માટે રૂપિયા 40,000 કમિશન મેળવતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય જુના જકાતનાકા પાસે રહેતી મૂળ જામકંડોરણાના મેઘાવડ ગામની વતની કૃપાલીબેન ભગવાનજીભાઈ ભાલારા (ઉ.વ.26)એ વર્ષ 2024માં તેની સાથે સાયબર ફ્રોડ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની પાસેથી રૂપિયા 8.81 લાખની રકમ ફ્રોડથી મેળવે લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું જે ગુનાની તપાસ રાજકોટ સાયબર ક્રાઈમ પીઆઈ એમ.એ.ઝણકાત સહીત ટીમ કરી રહ્યા હતા દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ અને ટેક્નિકલ સોર્સીસ મદદથી માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ શખ્સ રાજ્સ્થાનના ચિતોડગઢનો રહેવાસી આરોપી ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31) છે જેથી પોલીસે ચિતોડગઢ પહોંચી તેને ઝડપી પાડી તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.