વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટમાં દેશપ્રેમના ભાવને ઉજાગર કરતો દેશભક્તિ ગીત સંગીત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ તા.9ને શનિવારે રાત્રે 9.30 કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે.
કાર્યક્રમમાં જનતા માટે નિ:શુલ્ક એન્ટ્રી રહેશે. આ ઉપરાંત અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ તા. 14મીના રોજ જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, માલવિયા ચોક ખાતે રાખેલ છે. જેના ફોર્મ ભરવા માટે તા.12 ઓગસ્ટ છેલ્લી તારીખ રહેશે.
ફોર્મ ભરવા માટે જન્માષ્ટમી કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. જાગો હિન્દુસ્તાની કાર્યક્રમમાં દેશભક્તિ અને દેશપ્રેમ, શાૈર્યથી છલોછલ ગીતો રજૂ કરાશે.