દેશનો સૌથી મોટો IPO જૂન સુધીમાં આવી શકે છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પોતાની ટેલિકોમ કંપની ‘રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ’ને શેરબજારમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, કંપની આ વર્ષે પોતાનો IPO (આઇપીઓ) લાવી શકે છે, જેમાં 2.5% હિસ્સેદારી વેચી શકાય છે.

જો આવું થાય છે, તો આ ભારત ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે, જેની વેલ્યુ 4 બિલિયન ડોલર (લગભગ 37,000 કરોડ રૂપિયા) થી વધુ હોઈ શકે છે. જિયો પાસે હાલમાં 50 કરોડથી વધુ યુઝર્સ છે અને બજારમાં તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

વેલ્યુએશનમાં હ્યુન્ડાઈને પાછળ ધકેલશે જિયો

ઇન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝે ગયા વર્ષે નવેમ્બરમાં જિયોનું વેલ્યુએશન લગભગ 180 બિલિયન ડોલર (16 લાખ કરોડ રૂપિયા) આંક્યું હતું. જો કે, હવે કેટલાક બેન્કર્સ તેનું વેલ્યુએશન 200 બિલિયન ડોલરથી 240 બિલિયન ડોલર (લગભગ 20 લાખ કરોડ રૂપિયા સુધી) જણાવી રહ્યા છે. આ વેલ્યુએશન મુજબ 2.5% હિસ્સો વેચવા પર પણ જિયો ગયા વર્ષે આવેલા હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના ₹27,000 કરોડના IPOને પાછળ ધકેલી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *