દેશમાં હવે મહિલાઓની શક્તિ વધી રહી છે તેમજ મહિલા સશક્તિકરણ માટેના સરકારના પ્રયાસો પણ રંગ લાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23માં દેશના વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધીને 37% થઇ ચૂકી છે. દેશમાં આશરે 69.2 આશરે મહિલાઓની વસતીમાંથી 37% મહિલાઓ સક્રિયપણે કામ કરે છે અથવા નોકરી કરે છે.
ટેલેન્ટ સોલ્યૂશન્સ પ્રોવાઇડર કરીયરનેટના રિપોર્ટ ‘સ્ટેટ ઑફ વીમેન એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા’ મહિલા રોજગારીમાં હૈદરાબાદ, પુણે અને ચેન્નાઇ ટોચ પર છે. વર્ષ 2023માં, વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં ગત વર્ષ કરતાં 2-5%નો વધારો થયો છે. ખાસ કરીને જુનિયર પ્રોફેશનલની ભૂમિકા અને એક્ઝિક્યુટિવ બોર્ડમાં વધુ ભરતી જોવા મળી છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં કોલેજમાંથી જે લોકોને પ્લેસમેન્ટ મળ્યું હતું તેમાંથી 40% મહિલાઓ હતી. 0-3 વર્ષ અને 3-7 વર્ષનો અનુભવ ધરાવતી મહિલા ઉમેદવારો રોજગારીમાં કુલ 20-25% હિસ્સો ધરાવે છે. માત્ર દિલ્હી અને NCRને બાકાત કરતા મોટા ભાગના શહેરોમાં મહિલાઓમાં રોજગારીમાં વૃદ્ધિ જોવા મળી છે. મહિલાઓની ભરતી માટેની યાદીમાં 34% સાથે હૈદરાબાદ ટોચ પર છે, ત્યારબાદ આ યાદીમાં પુણે (33%), ચેન્નાઇ (29%), દિલ્હી-NCRમાં જો કે ભરતીમાં 20%નો ઘટાડો થયો છે, જેમાં 2022ના આંકડાઓ કરતાં 2%નો ઘટાડો નોંધાયો છે.