દેશની પ્રથમ લક્ઝરી-ટ્રેન ડેક્કન ક્વીન 93 વર્ષની થઈ

1 જૂન, 1930ના રોજ અંગ્રેજો માટે શરૂ કરવામાં આવેલી દેશની પ્રથમ ડીલક્સ ટ્રેન ‘ડેક્કન ક્વીન’ આજે 93 વર્ષની થઈ ગઈ છે. ડેક્કન ક્વીન ભારતની એકમાત્ર ટ્રેન છે જેની પાસે ડાઇનિંગ કાર છે જે 32 મુસાફરો માટે ટેબલ સેવા આપે છે. તેમાં માઇક્રોવેવ ઓવન, ડીપ ફ્રીઝર અને ટોસ્ટર જેવી આધુનિક પેન્ટ્રી સુવિધાઓ છે.

દર વર્ષે આ ટ્રેનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ ગુરુવારે સવારે પુણે રેલવે સ્ટેશન પર બે મોટી કેક કાપીને ડેક્કન ક્વીનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રકાંત પાટીલ પણ હાજર હતા.એક બેન્ડે મોહમ્મદ રફીનું ક્લાસિંગ ગીત ‘બાર બાર દિન યે આયે’ વગાડ્યું હતું. પ્લેટફોર્મ પર પૂજા પણ કરવામાં આવી હતી.

ઉજવણી બાદ ટ્રેન પુણેથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે રવાના થઈ હતી. ડેક્કન ક્વીન ગયા વર્ષથી નવા Linke Hofmann Busch (LHB) રેક સાથે ચાલી રહી છે, જે પરંપરાગત રેક્સ કરતાં વધુ સુરક્ષિત અને વધુ આરામદાયક હોવાનું કહેવાય છે.

પૂણે-મુંબઈની મુસાફરી સાડા ત્રણ કલાકમાં પૂરી કરે છે
ડેક્કન ક્વીન સવારે 07:15 વાગ્યે પૂણેથી નીકળે છે અને પોણા ત્રણ કલાક પછી સવારે 10:30 વાગ્યે મુંબઈ પહોંચે છે. મુંબઈથી ફરીથી આ ટ્રેન સાંજે 05:10 વાગ્યે ઉપડે છે અને પુણે રેલવે સ્ટેશને 08:25 PM પર પહોંચે છે. તેને નવેમ્બર 2003માં ISO પ્રમાણપત્ર મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *