દેશના 62માંથી સુવિધામાં રાજકોટ એરપોર્ટનો 31મો રેન્ક

એક સમયે દેશના ટોચ-20 એરપોર્ટમાં સ્થાન ધરાવતું રાજકોટ એરપોર્ટ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યા બાદ પણ યાત્રિકોને સુવિધા આપવામાં સતત નિષ્ફળ જતાં તેની શાખ ગુમાવી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા 2025ના પ્રથમ રાઉન્ડના કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ (CSI)ના આંકડા રાજકોટ એરપોર્ટ માટે આઘાતજનક રહ્યા છે.

અગાઉ 4.83નો સંતોષકારક CSI સ્કોર ધરાવતું એરપોર્ટ, હવે ઘટીને 4.30 પર પહોંચી ગયું છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રેન્ક કુલ 40માંથી 31મો રહ્યો છે. દેશના કુલ 62 એરપોર્ટમાં સરવે કરાયો હતો. આ ઘટાડો સ્પષ્ટપણે સૂચવે છે કે, યાત્રિકોનો સંતોષ સ્તર ઘટ્યો છે અને તેમને એરપોર્ટ પર પૂરતી સુવિધાઓ મળી રહી નથી.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેની ઓળખ ધરાવતા રાજકોટ એરપોર્ટનું આ પરફોર્મન્સ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય યાત્રિકો બંને માટે નિરાશાજનક છે. એરપોર્ટની રેન્કિંગમાં ઘટાડો એ માત્ર આંકડાકીય બાબત નથી, પરંતુ તે એરપોર્ટના સંચાલનમાં રહેલી ગંભીર ખામીઓ અને યાત્રિકોની જરૂરિયાતો પ્રત્યેની ઉપેક્ષાને ઉજાગર કરે છે. રાજકોટ એરપોર્ટ પર યાત્રિકોને પડતી મુશ્કેલીઓમાં લાંબી કતારો, અપૂરતી બેઠક વ્યવસ્થા, સ્વચ્છતાનો અભાવ, ભોજન અને પીણાના વિકલ્પોની મર્યાદા અને સ્ટાફના અસહકારી વલણ જેવી ફરિયાદો સામાન્ય બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *