દેશના સૈનિકોની સુરક્ષા માટે ઉત્તર પ્રદેશનો એક યુવાન પગપાળા 12 જ્યોર્તિલિંગની યાત્રાએ નીકળ્યો છે. આ યુવાન 12551 કિલોમીટરની યાત્રા 551 દિવસમાં ચાલીને પૂર્ણ કરશે. જે આજે 282માં દિવસે જૂનાગઢ પહોંચ્યો છે.
ઉત્તર પ્રદેશનો રાહુલ શર્મા નામનો યુવાન આજે હાથમાં તિરંગો લઈ ભવનાથ પહોંચ્યો હતો. રાહુલ શર્મા 12551 કિલોમીટરની યાત્રા 551 દિવસમાં ચાલીને પૂર્ણ કરશે. ત્યારે આજે સોમનાથ અને ઓમકારેશ્વરના દર્શન કરી રાહુલ જૂનાગઢ આવી પહોંચ્યો હતો. સરહદ પર ફરજ બજાવતા દેશના સૈનિકોની સુરક્ષા માટે આ યુવાને આ યાત્રા શરૂ કરી છે.
પગપાળા ચાલીને જૂનાગઢ પહોંચેલા રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, હું ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાનો વતની છું. મેં 30 મે 2023ના રોજ 12 જ્યોર્તિંગલિંગના દર્શન માટે આ યાત્રા શરૂ કરી હતી. પહેલા વૈષ્ણવદેવી અને અમરનાથથી યાત્રાની શરૂઆત કરી હતી અને ત્યાંથી પછી દેશના અન્ય જ્યોર્તિંગલિંગની યાત્રા શરૂ કરી હતી. જે યાત્રાને આજે 282 દિવસ થઈ ગયા છે.