દૂષ્કર્મના આરોપીના જામીન રદ

રાજકોટ શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ગત તારીખ 26મી જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદ લખાવી કે, તેની 14 વર્ષની સગીર દીકરીને આરોપી લલચાવી ફોસલાવી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપી વીકી રામભાઈ તરેટીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ થયા બાદ આરોપીએ જામીન ઉપર છૂટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. ભોગ બનનાર સગીરાની ઉંમર માત્ર 14 વર્ષની છે. સગીરાએ તેમના નિવેદનમાં પણ આરોપીએ બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની હકીકત જણાવી છે. તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાલાએ જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *