દૂધના ખરીદ ભાવમાં રૂ.10 વધાર્યા, 50 હજાર ઉત્પાદકને થશે ફાયદો

રાજકોટ દૂધ સંઘ નિયામક મંડળે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો વધારો કરી પશુપાલકોને ભેટ આપી છે. હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોરધન ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને નવા નાણાકીય વર્ષમાં આવક વૃદ્ધિની ભેટ આપવામાં આવી છે.

હાલમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટ રૂ.10નો ભાવવધારો કરવામાં આવ્યો છે અને 1લી એપ્રિલથી જ દૂધ મંડળીઓને રૂ.790 પ્રતિ કિલો ફેટ દૂધના ભાવ ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.780 ચૂકવવામાં આવી રહ્યો છે.

દૂધ સંઘ દ્વારા દૂધ મંડળીઓને રૂ.790 ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ દૂધ ઉત્પાદકોને રૂ.785 પ્રતિ કિલો ફેટના ભાવ ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. દુધ ઉત્પાદકોને આ ભાવવધારાથી આર્થિક ફાયદો થશે. જેમાં 50000 દુધ ઉત્પાદકોને રાજકોટ દુધ સંઘ નિયામક મંડળના આ નિર્ણયથી ફાયદો થશે. પશુપાલકોએ આ નિર્ણયની સરાહના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *