દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં નીતિન બગથરીયાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે. જ્યારે મદદગારી કરનાર મધુબેન ધકાણને 10 વર્ષની સજા રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટ દ્વારા કડક સજા સંભળાવી દાખલો બેસાડવામાં આવ્યો છે.

પોકસોની કલમ હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, ગત તા.1 ફેબ્રુઆરી, 2024માં સગીરા પર દુષ્કર્મ કેસમાં ભક્તિનગર પોલીસ મથકમાં નીતીન રવજીભાઇ બગથરીયા (ઉ.વ.35, રહે મેહુલનગર શેરીનં.5, સંસ્કૃતી એપાર્ટમેન્ટ બ્લોક નં.306 કોઠારીયા મેઇન રોડ) અને મધુબેન કીરીટભાઈ ગોકળભાઈ ધકાણ (ઉ.વ.39, રહે. આનંદનગર મેઇન રોડ) વિરુધ્ધ IPC કલમ 376(3), 376(2) અને પોકસોની કલમ હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો.

મહિલા આરોપીને 10 વર્ષની કેદ અને 7 લાખના દંડની જોગવાઈ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સગીર વયની દિકરીને મુખ્ય આરોપી નીતિન બગથરીયાએ લલચાવી તેમજ ધમકાવી હતી અને મધુબેનની મદદથી તેના ઘરે અવાર-નવાર દુષ્કર્મ આચરી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતુ. જેના આધારે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા નિતીન બગથરીયાને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો મધુબેનને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ બન્ને આરોપીઓને દંડ અને ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *