દુબઈમાં ષડ્યંત્ર ઘડ્યું અને એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ કરી

આધુનિક યુગમાં ગુનેગારો હવે સાત સમુંદર પાર બેસીને સ્થાનિક શહેરોમાં ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં દુબઈમાં બેસીને રચાયેલા કાવતરાના ભાગરૂપે રાજકોટની જાણીતી SP આંગડિયા પેઢીના બે કર્મચારીઓને હથિયારના જોરે બંધક બનાવી 50 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5 લાખની લાલચ આપી લૂંટનું કારસ્તાન આચર્યું પોલીસ તપાસમાં આરોપીઓને આ પ્રકારે ગુનાહિત કાવતરું આચરવા માટે દુબઇ બેઠેલા શખસે પ્રેરણા આપી હોવાનું અને આ માટે કમિશન પેટે 5 લાખ મળશે એવી લાલચ આપી હતી, આ લાલચમા આવી આરોપીઓએ લૂંટનું કારસ્તાન આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી પૈકી શબીર વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

​મારા બનેવી દુબઈમાં પૈસાની હેરફેરનું કામ કરે છે રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતા અને સોની બજારની ‘એસ.પી. એન્ટરપ્રાઈઝ’ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ જશવંતભાઈ વ્યાસ (ઉ.વ.40)એ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના સાળા હિમાંશુભાઈના બનેવી વિમલભાઈ પાંધી દુબઈમાં રહી કમિશનથી પૈસાની હેરફેરનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *