શહેરમાં રહેતો અને મૂળ જૂનાગઢનો વતની યુવાન દિવાળી નિમિત્તે મિત્ર સાથે વતન જઈ રહ્યો હોઈ ત્યારે કોરાટ ચોકડી પાસે ડમ્પરે બંને મિત્રને બાઇક સહિત ઠોકરે લેતા બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં એકનું મોત નીપજતાં મૃતકના પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.
વાવડી અવકાશ સિટી સોસાયટીમાં રહેતો વિનોદભાઈ પ્રવીણભાઈ વાળા(ઉં.વ.25) અને તેનો મિત્ર નિકુંજ દિવાળીના તહેવારની ઉજવણી કરવા બાઇક પર જૂનાગઢ વતનમાં જઈ રહ્યા હતા. સવારે 10 વાગ્યા આસપાસ બંને કોરાટ ચોકડી પાસે પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ડમ્પરચાલકે બંને યુવકને બાઈક સહિત ઠોકરે લેતા અકસ્માતમાં બંને મિત્ર ઘવાયા હતા. જેમાં વિનોદનું મૃત્યું થયું હતું. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.