દિવાળી અને કાળીચૌદશની રાત કાળરાત્રિ બન્યા, 18 કલાકમાં 4 હત્યા

રાજકોટ શહેરમાં 18 કલાકમાં જ 4 હત્યાની ઘટના સામે આવી છે. હજુ કાળી ચૌદશની રાતે નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે આજે દિવાળીના પાવન પર્વ પર જામનગર રોડ પર આવેલ સી.એલ.એફ ક્વાર્ટરના પટાંગણમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કમલભાઈ બીપીનભાઈ મૂળિયા (ઉ.વ.30) નામના યુવાનને તેના જ મિત્રો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે.આ બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સ્ટાફ તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બે મિત્રોએ મિત્રને છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યો પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જામનગર રોડ પર રેન્જ IG ઓફિસની સામે આવેલા CLF કવાર્ટરના પટાંગણમાં કમલ બીપીનભાઈ મૂળિયા (ઉ.વ.30)ને તેના જ બે મિત્રોએ કોઈ બાબતનું મનદુઃખ થતા ઉશ્કેરાય છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટશન સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB ઝોન-2 સ્ટાફ સહિત એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર શખસોએ આવી બે શખસોને બહાર ઉભા રહી બાકીના બે શખસોએ ક્વાર્ટરમાં પ્રવેશ કરી ક્વાર્ટરના પટાંગણમાં જ કમલને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ત્રણ શખસોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *