દિવાળીના તહેવારો નિમિત્તે રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ દિવસનું મિનિ વેકેશન જાહેર કરાયું છે. ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં માલ વેચવા માટે નહીં લાવવા સત્તાધીશોએ પરિપત્ર જારી કર્યો છે.
સેક્રેટરી તેજાણીની યાદીમાં જણાવ્યા અનુસાર તા.20થી 25 સુધી બેડી મુખ્ય યાર્ડ, શાકભાજી વિભાગ-સબ યાર્ડ, ડુંગળી વિભાગ-સબ યાર્ડ, ઘાસચારા-સબ યાર્ડમાં દિવાળીની રજા જાહેર કરાઇ છે. જ્યારે બટેટા વિભાગમાં તા.21થી 24 સુધી સબ યાર્ડ બંધ રહેશે.