દિવસે પતંગની અને સાંજ પડતા ડાન્સ-ગરબાની રમઝટ

ગુજરાતીઓએ આજે ઉત્તરાયણના પર્વને મનભરીને માણ્યો. સવારના સમયે થોડા કલાક ‘ઠંડો’ માહોલ દેખાયો પણ 10 વાગ્યા બાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોના આકાશમાં રંગબેરંગી પતંગોનું રાજ જોવા મળ્યું. ધાબા પર દિવસભર ‘કાઈપો છે’ની બૂમો વચ્ચે લોકોએ પતંગ ચગાવવાની મજા લીધી. પતંગની સાથે ધાબા પર ઊંધિયું, ફાફડા અને જલેબીની લિજ્જત માણી.

અમિત શાહે અમદાવાદમાં, મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. દિવસભર પતંગો ચગાવ્યા બાદ સાંજ પડતા જ આકાશમાં પતંગની જગ્યાએ આતશબાજી જોવા મળી. લોકોએ ધાબા પર જ ડાન્સ અને ગરબાની રમઝટ બોલાવી હતી.

ઉત્તરાયણના પર્વ પર આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં લોકોએ મનભરીને તહેવારની મજા માણી. સવારના દસેક વાગ્યા સુધી પતંગનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોર પડતા શહેરોના આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ હતી. લોકો પતંગ ચગાવવાની સાથે ધાબા પર જ ફાફડા-જલેબી અને ઊંધિયાની જિયાફત માણતા જોવા મળ્યા. દિવસભર આકાશમાં પતંગ અને કાઈપો છેની બૂમો સંભળાતી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *