દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે સવારે 5:25 વાગ્યે એર ઇન્ડિયાનું વિમાન બેગેજ કન્ટેનર સાથે અથડાયું. એરલાઇને જણાવ્યું કે ગાઢ ધુમ્મસમાં એરબસ A 350 વિમાનને પાર્કિંગ માટે લઈ જવામાં આવી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની.
આ અકસ્માતમાં વિમાનના એન્જિનને નુકસાન થયું છે. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
એરબસ A 350ની ફ્લાઇટ AI101 દિલ્હીથી ન્યૂયોર્ક વચ્ચે ચાલે છે. ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે ફ્લાઇટને પોતાનો માર્ગ બદલવો પડ્યો અને તે પાછી દિલ્હી આવી ગઈ હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ આની પુષ્ટિ કરી. જણાવ્યું કે જમણા એન્જિનને નુકસાન થયું છે.