દિલ્હીએ લખનઉને 8 વિકેટથી હરાવ્યું

IPLની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપરજાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. દિલ્હીએ એકાના સ્ટેડિયમમાં બોલિંગ પસંદ કરી હતી. લખનઉએ 6 વિકેટ ગુમાવ્યા બાદ 159 રન બનાવ્યા હતા. દિલ્હીએ 17.5 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું.

દિલ્હી તરફથી અભિષેક પોરેલ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. મુકેશ કુમારે 4 વિકેટ લીધી. લખનઉ માટે એડન માર્કરમે 52, મિચેલ માર્શે 45 અને આયુષ બદોનીએ 36 રન બનાવ્યા. માર્કરમે પણ 2 વિકેટ લીધી.

18મી ઓવરના પાંચમા બોલ પર રાહુલે પ્રિન્સ યાદવ સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને 8 વિકેટથી વિજય અપાવ્યો. રાહુલે અક્ષર પટેલ સાથે 57 રન બનાવીને અણનમ રહ્યો. અક્ષરે 34 રન બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *