રાજ્યમાં શિયાળાનો ચમકારો ધીમે-ધીમે વધી રહ્યો છે. નલિયાને પાછળ છોડી દાહોદ 11 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર રહ્યું છે. નલિયામાં 24 કલાકમાં લધુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રી કરતા નીચે જતું રહેતાં તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું જોવા મળશે. આ દરમિયાન ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે આગામી કેટલાક દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.