દાહોદમાં રાજસ્થાની સુથારને મિત્રોએ બંધક બનાવ્યો

દાહોદ શહેરમાં મિત્રતાને કલંકિત કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદથી સુથારી કામ અર્થે આવેલા એક યુવકને તેના જ ત્રણ મિત્રોએ વિશ્વાસમાં લઈ ગોંધી રાખ્યો હતો.

અમદાવાદથી કામ ગયેલા યુવક પર અમાનવીય અત્યાચાર ગુજારી, તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે લોકેશનના આધારે ત્વરિત કાર્યવાહી કરી યુવકને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટના અંગે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, પોલીસને મળેલી માહિતીના આધારે ટેક્નિકલ એનાલિસિસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતને ગોંધી રાખી માર માર્યો હોવાનું અને પરિવાર પાસે વીડિયો કોલ મારફતે ખંડણી માગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી પીડિતને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *