દાવો: બિલ ગેટ્સને રશિયન છોકરીઓથી જાતીય રોગ થયો

અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપ્સ્ટિન સેક્સ સ્કેન્ડલ સંબંધિત 30 લાખ નવી ફાઇલો રિલીઝ કરી છે. આમાં જેફ્રી એપ્સ્ટિનના કેટલાક ઇમેઇલ સામે આવ્યા છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, આમાં એપ્સ્ટિને દાવો કર્યો છે કે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને રશિયન છોકરીઓ સાથેના સંબંધો પછી યૌન રોગ (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, STD) થયો હતો.

ઇમેઇલમાં એ પણ લખેલું છે કે ગેટ્સે એપ્સ્ટિન પાસેથી એન્ટિબાયોટિક દવાઓ માંગી હતી, જેથી તે આ દવાઓ ગુપચુપ રીતે પોતાની તત્કાલીન પત્ની મેલિન્ડા ગેટ્સને આપી શકે. જોકે આ આરોપોની પુષ્ટિ થઈ નથી.

નવી ફાઇલોમાં 1 લાખ 80 હજાર તસવીરો અને 2 હજારથી વધુ વીડિયો પણ સામેલ છે.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, એપ્સ્ટિને 18 જુલાઈ 2013ના રોજ સવારે 11:49 વાગ્યે પોતાને એક લાંબો ઈમેલ લખ્યો હતો. તેમાં તેણે ગેટ્સ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ગેટ્સે છ વર્ષ જૂની મિત્રતાનો અંત લાવી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *