દાવો- જીવિત છે ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા

અંગ્રેજી અખબાર મિરરે એક ગુપ્તચર અહેવાલને ટાંકીને દાવો કર્યો છે કે આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન જીવિત છે. હમઝા અફઘાનિસ્તાનમાં અલકાયદાનું નેટવર્ક ઉભું કરવામાં વ્યસ્ત છે.

અગાઉ 2019માં અમેરિકાએ દાવો કર્યો હતો કે હમઝાનું મોત હવાઈ હુમલામાં થયું હતું. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 14 સપ્ટેમ્બર 2019ના રોજ તેની પુષ્ટિ કરી હતી. મિરરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હમઝા તેના ભાઈ અબ્દુલ્લા બિન લાદેન સાથે મળીને અફઘાનિસ્તાનમાં ગુપ્ત રીતે અલ કાયદાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.

મિરરે તાલિબાન વિરોધી સૈન્ય સંગઠન નેશનલ મોબિલાઇઝેશન ફ્રન્ટ (NMF)ના અહેવાલને ટાંકીને આ દાવો કર્યો છે. NMFએ પોતાના રિપોર્ટમાં હમઝા અને તેના સહયોગીઓ વિશે માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *