દારૂ પીવાના પૈસા આપવાની ના પાડનાર યુવક પર ધોકા વડે હુમલો

શહેરના ભગવતીપરામાં ધોકા-પાઈપ સાથે ધમાલ મચાવતા લુખ્ખા શખ્સોને દારૂ પીવાના પૈસા નહીં આપતા પોપટપરાના યુવક ઉપર હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધવા અને આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોપટપરામાં રહેતો અને કેટરિંગમાં મજૂરીકામ કરતો ઈમ્તિયાઝ અજીતભાઈ ઉકા નામનો યુવક પગપાળા તેના સસરાના ઘેર જતો હતો તે દરમિયાન ધોકા સાથે સરાજાહેર ધમાલ મચાવતા બે શખ્સે ધસી આવી તેની પાસે દારૂ પીવાના પૈસાની માંગ કરી હતી. જેથી ઈમ્તિયાઝે પૈસા આપવાનો ઈનકાર કરતા તેની ઉપર હુમલો કર્યો હતો.

દરમિયાન દેકારો થતા લોકો એકઠા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકના જમાદાર કુલદીપસિંહ સહિતના સ્ટાફે તપાસ કરી ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *