શહેરમાં સિટી બસના સંચાલકો પગાર આછો આપવા નિવૃત્ત ચાલકોને નોકરી પર રાખતા હોવાના વિવાદ વચ્ચે એ.ડિવિઝન પોલીસ મથકમાં દારૂ પીને ગયેલા સિટી બસના ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એ.ડિવિઝન પોલીસ મથકમાં ઇન્વે.
રૂમમાં ભલામણ માટે આવેલો શખ્સ લથડિયા ખાતો હોય પીએસઆઇ ડાંગી સહિતે તેની અટકાયત કરી પૂછતાછ કરતાં તે કોઠારિયા રોડ પર જંગલેશ્વર પાસે મહેશ્વરી સોસાયટીમાં રહેતો અને સિટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો આસીફ ગફારભાઇ ચૌહાણ હોવાનું જણાવતા પેાલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.