દાગીના પહેરેલા વૃદ્ધને એકલા ભાળી બંટી-બબલીની દાનત બગડી

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ રીયલ પર્લ પાર્ટી પ્લોટના માલિકને ગળે છરી રાખી રૂ.4 લાખની સોનાની માળાની લૂંટ ચલાવી બંટી-બબલી નાસી છૂટતાં પોલીસે ગણતરીની કલાકોમાં બે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી કુલ 12.50 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આરોપી અગાઉ દોઢ માસ પૂર્વે આ જ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં ગયો હોવાથી ત્યારે રેકી કરી હોવાથી બાદમાં મિત્ર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં સફળતા મળ્યે લૂંટમાં ગયેલ સોનાની માળા વેચવા જાય તે પૂર્વે ઝડપાઇ જતા પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ધંટેશ્વર ગામમાં રહેતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ (ઉ.વ.71)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક અજાણી મહિલા અને અજાણ્યાં પુરુષનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર હાઈવે પર ગુજરાત ગેસ પંપની બાજુમાં રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ આવેલ છે. આ પાર્ટી પ્લોટ ખોડાભાઈ લાલજીભાઈ પટેલને ભાડે આપ્યો છે. જે પાર્ટી પ્લોટ ખાતે તેઓ બેસવા દરરોજ જાય છે. બે દિવસ પૂર્વે સવારના તેઓ ઘરે હતાં ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, રીયલ પર્લ ફાર્મ ભાડે લગ્ન માટે જોઈએ છે જેથી સાંજના સમયે રૂબરૂ મળવા માટે સફેદ કલરની કાર લઈને એક પુરુષ અને તેની સાથે એક સ્ત્રી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *