શહેરમાં ઉપલાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતી કોલેજિયન યુવતી તેની બહેનપણી બનાવી બાદમાં તેન ઘેર જઇને કપડાં બદલાવવાના બહાને સહેલીના મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરતી હોવાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીની ધરપકડ કરી તેની પૂછતાછ કરતા તેના કોલેજિયન મિત્ર ઓનલાઇન જુગાર રમતા હોય તે પણ ક્રિક અડ્ડા અોનલાઇન જુગારની સાઇટ પર જુગાર રમતી હોય છેલ્લા બે વર્ષમાં લાખો રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચડી હોવાનું અને ચોરાઉ દાગીના કેટલાક લોકોને આપી પૈસા લીધા હતા અને કેટલાક સસ્તામાં વેચી નાખ્યા હોવાનું જણાવતા પોલીસે ચોરાઉ દાગીના કબજે કરવા મથામણ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર કસ્તુરી રેસિડેન્સિમાં રહેતા અને ચાંદીના વેપારી રાજેશભાઇ ગોરધનભાઇ અજુડિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે આર્યનગરમાં રહેતી પ્રિયંકા જગદીશભાઇ પાનસુરિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.26-12ના રોજ મારી પત્નીનો ફોન આવ્યો હતો અને આપણા કબાટમાં રાખેલા સોનાના દાગીના ગુમ હોવાનું કહેતા તે તુરંત ઘેર ગયા હતા અને વાત કરતા કબાટની ચાવી ડ્રેસિંગ ખાનામાં રાખી હતી જે ત્યાથી મળી આવી હતી. જેથી પરિવારે તપાસ કરી હતી પરંતુ સોનાના દાગીના મળ્યા ન હતા.
બાદમાં આર્યનગરમાં રહેતી પ્રિયંકા પાનસુરિયા તેના ઓળખીતા લોકાના ઘેર કપડાં બદલાવવાના બહાને જતી હોય અને મકાનમાંથી ચોરી કરતી હોવાનું અગાઉ પકડાઇ જતા સોનું પરત કર્યું હોવાનું જાણવા મળતા તેને પત્નીને વાત કરતા તેને આપણી પુત્રીની બહેનપણી હોય અને પુત્રીના કપડાં પહેરવા લઇ જતી અને આપી જતી હતી અને આપણા ઘેર પણ કપડાં બદલાવવા આવતી હોવાનું જણાવતા તેને અમારા વિસ્તારમાં પણ કેટલાક પરિવારની પુત્રીને બહેનપણી બનાવી તેના ઘેર કપડાં બદલાવવાના બહાને સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હોવાનું જણાવતા પીએસઆઇ સોલંકી સહિતે ગુનો નોંધી આરોપી પ્રિયંકા જગદીશભાઇ પાનસુરિયાની ધરપકડ કરી હતી.