રાજકોટમાં પરિણીતાને ત્રાસ આપવાની વધુ એક ઘટના સામે આવી છે. બનાવ અંગે 27 વર્ષીય પ્રીતિબેન પરમારે પતિ રાજેશભાઇ, સસરા અરજણભાઇ ઉર્ફે કાલુભાઇ, સાસુ જયાબેન, 5 નણંદ ચેતલબેન, વર્ષાબેન, પુરીબેન જયશ્રી બેન, ભારતીબેન અને 2 નણદોયા કિશનભાઈ પાટડીયા તેમજ સંજયભાઈ રજવાડીયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તમામ આરોપીઓ દ્વારા ગત તારીખ 28-11-2023થી સતત ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે. તમામ આરોપીઓએ પોતાને કોઇ ધરકામ આવડતુ નથી. તેમજ દહેજમાં કાંઇ લાવેલ નથી તેમ કહી મહેણા-ટોણા મારતા હતા. તેમજ મારકુટ કરી ગાળો આપી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. આ કામમાં તમામ આરોપીઓએ એકસંપ કરી એકબીજાની મદદગારી કરી હતી. જેનાથી કંટાળીને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું. આ ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.