ભારતીય રેલવેએ લાંબા અંતરની મુસાફરી માટે મુસાફર ભાડામાં વધારાની જાહેરાત કરી છે. આ નવું ભાડું 26 ડિસેમ્બર 2025 થી લાગુ પડશે. 215 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરનારા મુસાફરોને હવે દર કિલોમીટર દીઠ 1 થી 2 પૈસા વધારાના ચૂકવવા પડશે.
રેલવેનો અંદાજ છે કે આ ફેરફારથી તેને વાર્ષિક 600 કરોડ રૂપિયાની વધારાની કમાણી થશે. જોકે, 215 કિલોમીટરથી ઓછી દૂરીની મુસાફરી કરનારાઓ અને માસિક સીઝન ટિકિટ ધારકોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
લોકલ ટ્રેનો અને માસિક સીઝન ટિકિટ (MST) ધરાવતી ટ્રેનો માટે ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં.
215 કિમી સુધીના સામાન્ય ક્લાસના ભાડામાં કોઈ વધારો નહીં.
215 કિમીથી વધુની મુસાફરી માટે, સામાન્ય વર્ગમાં ભાડું પ્રતિ કિમી 1 પૈસા વધશે.
મેઇલ/એક્સપ્રેસ નોન-એસી ટ્રેનોમાં, ભાડું પ્રતિ કિમી 2 પૈસા વધશે.
એસી ક્લાસનું ભાડું પણ પ્રતિ કિલોમીટર 2 પૈસા વધશે.
આનાથી આ વર્ષે રેલવેને આશરે ₹600 કરોડ વધારાના મળશે.
ઉદાહરણ તરીકે: જો કોઈ વ્યક્તિ નોન-એસી ટ્રેનમાં 500 કિમી મુસાફરી કરે છે, તો તેણે ફક્ત ₹10 વધારાના ચૂકવવા પડશે.
અમદાવાદથી દિલ્હીનું અંતર 986 કિલોમીટર છે, તેથી એસી મુસાફરી માટે 19 રૂપિયા વધારાના ખર્ચ થશે.