શહેરના યુનિવર્સિટી રોડ પર મંગલમ પાર્કમાં રહેતા અને ઘર નજીક મનમંદિર પાન નામે દુકાન ચલાવતા અને મવડી મેઇન રોડ પર શ્રી ચામુંડા ટ્રાવેલ્સ નામે ભાગીદારીમાં ધંધો કરતાં જયદીપભાઇ ભરતભાઇ તન્નાએ નાનામવા રોડ પર આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતો મોહિત કિશોરભાઇ કુકડિયા સામે થાર કાર ભાડાના બહાને ઉઠાવી ગયાની ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોહિતે થાર કાર બે દિવસ માટે ભાડે લઇ જવાની વાત કરી હતી. અગાઉ બેથી ત્રણ વાર કાર ભાડે લઇ ગયો હોય જેથી કારનું એક દિવસનું ચાર હજાર ભાડું કહીને કાર આપી હતી. બે દિવસ બાદ મોહિતને કાર પરત આપી જવા માટે ફોન કરતાં તેને એક દિવસ વધારે કાર જોઇએ છીએ અને ઓનલાઇન ભાડું પણ આપી દીધું હતું. બાદમાં પખવાડિયા સુધી બહાના બતાવ્યા બાદ ફોન સ્વિચ ઓફ કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.