રાજકોટમાં શનિવારથી નવા જે.સી. જલુની સુચનાથી શહેરના નામાંકિત મોદી એસ્ટેટ સહિતના 3થી 4 એસ્ટેટ બ્રોકરો અને શ્રીહરિ નાસ્તા ગૃહના સંચાલકને ત્યાં કરચોરી સબબ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. જીએસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આજરોજ પણ તમામ સ્થળોએ તપાસણીની કાર્યવાહી ચાલુ રહી છે. હાલમાં એસ્ટેટ બ્રોકરોના બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત એસ્ટેટ બ્રોકરોના ખરીદ-વેચાણ તેમજ જમીન-મકાનની લે-વેચ અંગેના વ્યવહારોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસના અંતે મોટાપાયે બેનંબરી વ્યવહારો ખુલે અને જંગી રકમની કરચોરી પણ હાથ લાગે તેવી પૂરી શક્યતા છે.