ત્રણ સંતાનો સાથે રહેતી પરિણીતાની હત્યા

રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.ગત 14 મી એ કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ 80 ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં પતિથી છૂટા થયા પછી ત્રણ સંતાન સાથે રહેતી મુસ્લિમ મહિલાને રાતે 12.30 વાગ્યે રામનાથપરામાં રહેતાં તેના પૂર્વ કુટુંબી જેઠના દીકરા અને જમાઇએ ફોન કરી દરવાજો ખોલાવડાવી છરીના ઘા પેટ-છાતી-હાથમાં ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલામાં ઘાયલ મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતી તેનું આજે મોત થતાં બનાવ હત્યામાં પલટયો છે. પતિ સાથે તલ્લાક થયા પછી કુટુંબી જેઠ સાથે નિકાહની વાત ચાલતી હોઇ પણ જેઠ આ મહિલાના આગલા સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોય તેથી તેણે નિકાહની ના પાડી દીધી હતી. આ કારણે પૂર્વ કુટુંબી જેઠ સાથે ડખ્ખો ચાલતો હતો. દરમિયાન જેઠના દીકરા, જમાઇએ ઓચિંતા આવી હીચકારો હુમલો કર્યો હતો.જે જીવલેણ નીવડ્યો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘવાયેલા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.35)ના રિક્ષાચાલક ભાણેજ શોયેબ બોદુભાઇ સોલંકી (ઉ.વ.31)ની ફરિયાદ પરથી રામનાથપરામાં રહેતાં મહેબુબભાઇના દીકરા ટીપુ તથા મહેબુબભાઇના જમાઇ સાહીલ અને એક અજાણ્યા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો હતો જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે. શોયેબ સોલંકીએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવુ છું. મારા માતા અને પિતા મારી સાથે જ રહે છે. હું શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એફ-603માં રહુ છું અને મારા ઉપરના માળે મારા કુટુંબી માસી રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.35) પોતાની બે દીકરીઓ તમન્ના (ઉ.વ.16), જીયા (ઉ.વ.12) અને 8 વર્ષના દીકરા સાથે રહેતા હતાં. તેમજ તેણી નવાગામમાં આવેલી યુનિક ફોમ નામની ગાદલા બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *