રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે જેના એજન્ડામાં 70 દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં 2022માં ટેન્ડર વગર અપાયેલા કામોના રૂ.96.56 લાખ ચૂકવી દેવા મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરતા અનેક સવાલો ઉઠ્યા છે.
છેલ્લા 3 વર્ષમાં 3 મ્યુનિસિપલ કમિશનર બદલી ગયા હતા અને કોઇએ પણ આ વિવાદાસ્પદ ખર્ચ મંજૂર કરાવવા પ્રયત્ન કર્યો ન હતો ત્યારે વર્તમાન કમિશનરે આ બીડું ઉઠાવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા દીપાવલી પર્વ અનુસંધાને 22-10-2022ના રોજ માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે યોજાયેલા આતશબાજીના કાર્યક્રમ, પ્રજાસત્તાક પર્વ ઉજવણી-2023 અન્વયે યોજાયેલી સંગીત સંધ્યા કાર્યક્રમ, ધ્વજવંદન કાર્યક્રમ અને 01-05-2022ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા .
સંગીત સંધ્યાના કાર્ક્રમમમાં ચૂકવેલા ખર્ચને બહાલ રાખવા દરખાસ્ત કરવામાં આવી છે. આ ત્રણેય કાર્યક્રમો પાછળ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર રૂ.96,56,616નો ખર્ચ કરવામાં આવ્યો હતો