તેલના 30 ડબ્બામાં ઠગાઈનો ગુનો નોંધાતા ચીટરે ઝેર પી લીધું

મવડી-પાળ રોડ સેલેનિયમ હાઈટ્સ 301 રામધણ ગૌશાળા પાસે રહેતા અને તેલ સપ્લાયરનો વેપાર કરતા પ્રદીપકુમાર છીતસ્વામી પાનસેરિયાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં આજી ડેમના માંડાડુંગર પાસે રહેતા ગુણવત ભૂપત મેર સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા. 02/11/2025ના તેને અશ્વિન મોલિયા નામના વ્યક્તિએ ફોન કરી સિંગતેલના 50 ડબ્બા મહિકા ગામે તેની દુકાન રાજખોડલ જનરલ સ્ટોરમાં મોકલવાના હોવાની વાત કરી જેમાં એક ડબ્બાની કિંમત રૂ.2900 નક્કી કરેલ જે પૈસા રૂબરૂ આપશે તેમ જણાવ્યું હતું.

જેથી ડ્રાઈવર મોકલી વેપારીએ તેલના ડબ્બાની ડિલિવરી કરી ત્યારે ડિલિવરી બાદ પેમેન્ટ કરી આપશે તેમ જણાવી શખ્સે ફોન બંધ કરી દીધો હતો. આજી ડેમ પોલીસ મથકના જમાદાર હેમંત ધરજિયાને આરોપીએ જણાવ્યું હતું કે, તેના પુત્રની લગ્નની તારીખ નજીક હોય અને તેની સામે કેસ નોંધાયો હોય જેથી તેણે આ પગલું ભર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *