તુહિન કાંત પાંડે સેબીના નવા વડા

કેન્દ્ર સરકારે નાણા સચિવ તુહિન કાંત પાંડેને આગામી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તુહિન આગામી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે. તુહિન કાંત પાંડે વર્તમાન સેબી ચીફ માધબી પુરી બુચનું સ્થાન લેશે. જેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.

તુહિન કાંત પાંડે 1987 બેચના ઓડિશા કેડરના IAS અધિકારી છે. તેઓ મોદી 3.0 સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં ચાર મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે. 7સપ્ટેમ્બર 2024ના રોજ તેમને નાણા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નાણા મંત્રાલયે 27 જાન્યુઆરીએ નવા ચેરમેનની નિમણૂક માટે અરજીઓ મંગાવી હતી. બુચનો કાર્યકાળ 3 વર્ષનો હતો. તેમણે 2 માર્ચ 2022ના રોજ અજય ત્યાગીનું સ્થાન લીધું. બુચ 2017 થી 2022 સુધી સેબીના પૂર્ણ-સમયના સભ્ય હતા. માધબી પુરી બુચ તેના કડક સ્વભાવ માટે જાણીતા છે.

નવા સેબી વડાને કેન્દ્ર સરકારના સચિવ જેટલો પગાર અને અન્ય સુવિધાઓ અથવા કાર અને ઘર વિના દર મહિને રૂ. 562500 મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *