તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી ટળી

ટી-20 વર્લ્ડ કપ પહેલાં ટોપ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી ટળી ગઈ છે. તે હવે ભારતના વોર્મ-અપ મેચોથી વાપસી કરી શકે છે. તેની જગ્યાએ શરૂઆતી 3 મેચો માટે ભારતીય ટીમમાં સામેલ કરાયેલા શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી બે મેચોમાં પણ સ્ક્વોડનો ભાગ રહેશે.

BCCIએ સોમવારે તિલકની ફિટનેસ અપડેટ આપી. બોર્ડ મુજબ તિલક વર્માએ ફિઝિકલ ટ્રેનિંગ ફરી શરૂ કરી દીધી છે. તે બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશનમાં સતત રિકવરી કરી રહ્યો છે. જોકે, તેને સંપૂર્ણ મેચ ફિટનેસ હાંસલ કરવામાં હજુ વધુ સમય લાગશે.

BCCIએ જણાવ્યું કે તિલક વર્મા 3 ફેબ્રુઆરીએ સંપૂર્ણપણે ફિટ થયા બાદ મુંબઈમાં ભારતીય ટીમ સાથે જોડાશે. આ પછી તેઓ ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતના વોર્મ-અપ મેચ માટે ઉપલબ્ધ રહેશે.

શ્રેયસ અય્યર છેલ્લી 2 મેચ રમશે આ દરમિયાન પુરુષ પસંદગી સમિતિએ ભલામણ કરી છે કે તિલક વર્માની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલા શ્રેયસ અય્યર બાકીની મેચોમાં પણ ભારતીય ટીમનો ભાગ રહેશે. આ માહિતી BCCI દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *