તા. 25 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી અમદાવાદ સુધી જશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં.624 પર રિ-ગર્ડરિંગ કાર્ય માટે મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. આંશિક રીતે રદ થયેલી ટ્રેનમાં 25 જૂનના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. માર્ગમાં મોડી પડનારી ટ્રેનમાં 25 જૂનના રોજ ટ્રેન નંબર 12477 જામનગર–શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. ટ્રેનના સ્ટોપેજ, કોચની સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ જંક્શન સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્ય માટે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપેજ 70 દિવસ માટે અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 05 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર 10 મિનિટ ઊભી રહેશે. આ ટ્રેનનો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 06:48/06:58 કલાકે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *