શહેરમાં કાલાવાડ રોડ પર રાણી ટાવર પાસે યોગીપાર્કમાં રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામ આઇડી પર સમાજ વિશે કરાયેલી અયોગ્ય કોમેન્ટ વિશે આઇડીધારકને ફોન કરતા તેને જેમ ફાવે તેમ બોલી તારું સરનામુ બતાવ ત્યાં આવીને મારી નાખવો છે તેમ કહ્યું હતું તેમજ અન્ય આઇડીધારકે પણ મેસેજ કરી તું કામ કર, મારા ઉપર અઢાર ગુના છે તને ઉપાડી લઇશ તેવી ધમકી આપી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ કરતા તાલુકા પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
યોગીપાર્કમાં રહેતા અને લોન એજન્ટ તરીકે કામ કરતા વિનોદભાઇ દેવશીભાઇ બગડાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઇડી ડીજેએમ રાઠોડ અને આઇડી સોઢા ગણપતસિંહ નામના ધારકોના નામો આપ્યા હતા. તા.20-1-2024ના રોજ ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ મુકવામાં આવી હતી જેમાં સમાજ વિશે કરાયેલ અયોગ્ય કોમેન્ટ હોય જેથી તેને ફોન કરી વાત કરતા જેમ ફાવે તેમ બોલી મારી નાખવાની ધમકી તેમજ સોઢા ગણપતસિંહ નામના આઇડીધારકે જ્ઞાતિ પ્રત્યે અપમાન કરતો હોય તેને બોલવામાં ધ્યાન રાખવાનું કહેતા તેને હું લખપતનો છું અને મારી પર અઢાર ગુના છે. એક વધારે થાય તો કાંઇ ફેર ન પડે તારે તું લખપત આવી જા કા તુ તારૂ સરનામું અાપ એટલે ઉપાડી લવ તેમ કહી તેને પણ ધમકી આપી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાનું જણાવતા એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાયો છે.