જસદણના દહીંસરા ગામની અને હાલ રાજકોટના ઢાંઢણી ગામે માવતરના ઘેર રહેતા ભારતીબેન દિનેશભાઇ વઘેરા (ઉ.30) એ તેના પતિ દિનેશ કરશનભાઇ વઘેરા, જેઠ જયેશ અને જેઠાણી મનીષાબેન સામે ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન સને.2018માં થયા હતા અને તેને સંતાનમાં જુડવા બે પુત્રો હોવાનું તેમજ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બાદમાં કોરાનાકાળમાં સાસુ-સસરાનું અવસાન થયું હતું. બાદમાં તેને ત્યા જુડવા પુત્રોના જન્મ થયા હતા, બાદમાં તેના પતિએ કહેલ કે આપણે ઘેર જગ્યા ન હોય આપણા પુત્રોને લઇને થોડાક દિવસ તારા પિતાના ઘેર જતી રહે જેથી તે બન્ને બાળકોને લઇને તેના માવતરના ઘેર ગઇ હતી જેમાં એક પુત્ર બીમાર થતા તેના પતિને ફોન કર્યો હતો અને બાળકને કાવાસાકી નામનો રોગ હોય હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તમે આવો અને તમે બાળકોને ધ્યાન આપતા નથી તેમ કહેતા પતિએ કહેલ કે બાળકોનું ધ્યાન તારા પિતા રાખશે અને હોસ્પિટલનો ખર્ચ પણ તે આપશે. જેથી બાળકનું ઓપરેશન કરાવી માવતરના ઘેર જતા રહ્યા હતા.
દરમિયાન તેને ઢાંઢણી ગામે આંગણવાડીમાં નોકરી મળી હતી જે બાબતે પતિને જાણ થતા તે સમાધાન કરી તેડી જવા માટે આવતા મારા પિતાએ તમારા બાળકોને સારી રીતે રાખવાના હોય તો તેડી જાવ. બાદમાં એકાદ માસ સારી રીતે રાખ્યા બાદ પતિ મને કહેતા કે તારા પગારમાંથી પેસા આપ જેથી તે પતિને પૈસા આપતી હોય અને ના પાડું તો ઝઘડો કરી મારકૂટ કરતા હતા. ફરી ત્રાસ શરૂ થતાં અંતે ફરિયાદ નોંધાવાઈ હતી.